અકબંધ છે હજી તારા મિલન ની યાદો
સ્વયમ ખુલે છે થૈ દુષ્ટ વ્યથાનો પિટારો
આકાર નિત બદલે પ્રત્યેક પળ પ્રણયની
હસું ના આવે કોઈ સામે રડી રડી રડવાનું
આભાસી મંઝિલમાં કાપવાનો પંથ લાબો
મારે લલાટે લખ્યું છે હજી લાંબુ જીવવાનું
તમે ગયાને પછી કાળું અંધાર પટ છવાયુ
દિશાઓ પણ બોલી , ના થઇ ગયું થવાનું
જીવતરને હૂફ આપી ચાલ્યા ગયા પછીથી
હેતાળ આપની પત્નિનું ખૂબ દિલ દુભાવ્યું
#દુષ્ટ