તું મને ચાહે હું તને ચાહું,
ફરક એટલો હું આપુ છું તું લે છે,
તું મને યાદ કરે હું તને યાદ કરું,
ફરક એટલો હું તડપુ છું તું તડપાવે છે,
તું હસાવે છે હું તને હસાવું છું,
ફરક એટલો હું પ્રેમથી હસાવું ને તું મસ્તીમાં,
તું અધૂરી છે હું તારા વગર અધૂરો છું,
ફરક એટલો હું સાથે છું તું અહેસાસ થી છે,
હું તારી પાસે છું તું પણ મારી પાસે છે,
ફરક એટલો હું હાજર છું તું ગેરહાજર છે,
હું તારું નામ જપુ તું પણ નામ જપે છે,
ફરક એટલો હું તલ્લીન થાવ છું તું રટ્યા કરે છે,
જીત ગજ્જર