Gujarati Quote in Blog by Kavita Gandhi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા પપ્પા દરરોજ રાત્રે ૯ વાગ્યે મને ફોન કરે જ. એક દીવસ મને થયુ કે આજે હુ પપ્પા ને ફોન કરુ. એટલે મે નવ ને બદલે સાડા આઠ વાગ્યે ફોન કર્યો.
મમ્મી એ ફોન ઉપાડયો એટલે મમ્મી સાથે થોડીવાર વાત કરી મે પપ્પા ના સમાચાર પુછયા અને વાત કરાવવા કીધુ.
મમ્મી એ કહયુ કે હમણા જ ઓફીસ થી આવ્યા છે અને ફ્રેશ થવા ગયા છે, હુ બોલાવુ છુ હમણા...
એટલે મે કીધુ કે ના પેલા તમે બને જમી લો, ભુખ લાગી હશે. હુ એક કલાક પછી પાછો ફોન કરુ છુ.
મમ્મી એ કીધુ કે ના વાત કરી લે, એ તારી સાથે વાત કર્યા પેલા કયારેય નથી જમતા...
થોડી ક્ષણ માટે મારાથી અવાજ પણ ના નીકળ્યો. હુ બઘવાય ગયો કે પપ્પા ને મારા પ્રત્યે આટલો પ્રેમ!!!!!
કેટલીક વાર આપડા માતા-પિતા ફકત આપડો અવાજ સાંભળવા જ ફોન કરતા હોય છે...
કેટલી એકલતા લાગતી હોય આપડા વગર એ આપડે ના સમજી શકીયે. એમને દરેક તહેવાર આપડા વગર જ મનાવવા પડે, પરંતુ આપડે બધા તહેવાર આપડા મિત્રો સાથે આનંદ થી મનાવીયે..એમના વિશે વિચાર્યા વગર..
આપડી હાજરી માત્ર એમના માટે આનંદ દાયક છે, પણ આપડે એની સાથે નથી રહી શકતા ( જુદા જુદા કારણો ને લીધે). જેને લીધે એ મનમા દુ:ખ અનુભવે પરંતુ એ આપણને કયારેય ખબર ના પડે.
તો આ એક સહેલા મા સહેલી વાત છે માતા-પિતા ને ખુશ રાખવાની... બીજુ કાંય ના થય શકે એમ હોય તો ફકત નીયમિત વાત કરો એમની સાથે જે એના માટે અમુલ્ય છે અને જીવન જીવવા માટે ની તાકાત છે...

Gujarati Blog by Kavita Gandhi : 111482887
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now