ખખડધજ સિલીંગ માં દેખાતો સળિયો છું,
કટાયેલો છું પણ આ સ્લેબનો સહારો છું.
હજી પણ પૂર્ણ કટાયો નથી, તાકાત છે
સહુ છું, રેતી કોંક્રિટ અને સિમેન્ટનો ભાર.
મારે કારણે ટક્યું રહ્યું , ઘણા વરસથી ધાબુ
પણ હવે છતનું પ્લાસ્ટર સાથ નથી આપતું.
આ કટાયેલો સળિયો છે એ હું વૃદ્ધ પિતા છું.
અત્યંત અસહાય, લાચાર હું સ્વ ખવાયો છું.
#અત્યંત
પિતૃ દિવસ પર આપ સૌ પિતાને ભેટ આપો તેવી આશા સાથે
HAPPY FATHER'S DAY