પ્રેમનો એકરાર કરવામાં જરાક મોડો પડ્યો,
તેમનું દિલ જાણવું અત્યંત જરૂરી હતું,
એમનું દિલ જીતવામાં જરાક મોડો પડ્યો,
તેમની દરેક ઇસ્સાઓ જાણવી અત્યંત જરૂરી હતી,
બંધ દરવાજો ખખડાવીને તેઓ ચાલ્યા ગયા,
તે દરવાજે મારે જાંકી ને જોવાની અંત્યત જરૂરી હતી,
સ્વપ્નમાંહેથી આંખો ખોલવામાં જરાક મોડો પડ્યો.
સપનામાં પૂરું સપનું જોવાની અત્યંત જરૂરી હતી,
આંખના ઇશારા સમજવામાં જરાક મોડો પડ્યો,
તેની આખોનો પ્રેમ મારે જાણવો અત્યંત જરૂરી હતો,
તેમનું આમ જતું રહેવું તે સમજવામાં જરાક મોડો પડ્યો,
સાચું કહું તેમનો પ્રેમ સમજવો અત્યંત જરૂરી હતો.
જીત ગજ્જર
#અત્યંત