ખોરડાં હશે તારા મોટામાં ને આશીર્વાદ હશે ફોટામાં,
પ્રગતિ એવી કરીને ક્યાં જવું છે તારે....
જાણ બોખાં મોં ની મંછા ને લે નબળી આંખોનાં આશિષ,
સંપત્તિ બીજી કરીને ક્યાં જવું છે તારે....
બે મીઠાં બોલ થી રિઝી જાય એવા આ દેવ છે,
ખુશામતી અન્ય કરીને ક્યાં જવું છે તારે....
દુનિયા ઝૂકે તને પણ નહીં હોય જો માથે એ ધ્રૂજતો હાથ,
તો ઉન્નતિ એવી કરીને ક્યાં જવું છે તારે....
#ઉન્નતિ