*ગઝલ..*
ગાગાલગા ગાગા ગાલગા
ધીમે રહી અંતર કાપ તું,
હો જો ગજું તારું માપ તું.
આંખો ભરેલી છે ઝેર થી,
માણસ છતાં લાગે સાપ તું.
હદથી વધુ કુકર્મો છતાં,
પોકારશે ક્યારે પાપ તું?
કાળા થયા છે ધોળા હવે,
શાને કરે છે વિલાપ તું?
"રોશન" કદી ના સમજી શક્યો,
કોના કરે ખોટા જાપ તું.
✍ રોશન...