. *તે શું કર્યું* ?
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
!
તે શું કર્યું ?
મારા ભગવાને કર્યું !
રસ્તામાં બધા સાથે ચાલી શું મળ્યું ?
અસફળતા મળતા દરેકે મૂક્યો, તે શું કર્યું ?
પગમાં છાલા પડી ગયા, જીતવાની શંકા હતી !
મુખ સાચા સામે આવ્યા, મારા ભગવાને કર્યું !
મંજિલ તો દૂર હતી, રસ્તે સબંધ બાંધતો કેમ ગયો ?
લાગણી વાળા સબંધે લાત મારી, છતાં તે શું કર્યું ?
તકલીફઓ સમયની, સાચા રંગો સામે આવવા લાગ્યા !
નુકશાન ના થાય મારું બીજુ, એટલે મારા ભગવાને કર્યું.
મજધારે મૂકીને કોઈ વિશ્વાસ પાત્ર ગયું, મૂકી તને ગયું !
સમય ખરાબ ભલે કિસ્મત ખરાબ, પણ તે શું કર્યું ?
સમજાવ્યા ઘણી વખત, ખોટા માનીને સાથ મૂક્યો !
બીજુ તો શું કરું હું, બસ મારા ભગવાનની ઇચ્છા.
મંજિલ મળી સ્વપ્નની પણ ઉજવનાર કોઈ નહિ ?
મોટી મંઝિલમાં તારું કોઈ નહિ, છતાં તે શું કર્યું ?
સ્વપ્ન સાચા પડ્યાં, ખરાબ સમયમાં હિંમત મળી !
ચડું ના ખોટા માર્ગ, એટલે દૂર થયો, મારા ભગવાને કર્યું.
ના થાય તો શિવ ઈચ્છા,
થઈ જાય તો શિવ કૃપા.
ના તે કર્યું, ના તો મે કર્યું,
જે કર્યું મારા ભગવાને કર્યું.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD