તું મળી એટલે મંજિલ મળી મને,
જિંદગીમાં એક નવી ખુશી મળી મને,
સાથ તારો મળતા એક સહારો મળ્યો મને,
બળબળતા તાપ વચ્ચે છાયડો મળ્યો મને,
તું મળી એટલે મંજિલ મળી મને,
દુઃખનો સમય સુખમાં પરિવર્તિત થયો મને,
તરસ્યો ફરતો હું તું પાણી બની મળી મને,
એકલતા નો સથવારો તારો મળ્યો મને,
એક આસ જિંદગીની સાથ તારો મળે મને,
તું મળી એટલે મંજિલ મળી મને,
જીત ગજ્જર