આ કવિતા વાંચવા સાથે દીકરી ની વિદાય અને અર્થી ની વિદાય નાં દૃશ્ય ની સમાનતા કરજો..,....
વિદાય
_____
સપ્તપદી ઘોડે ચડી વરરાજા આવે.
તેને જોઈ શરમ લજ્જા થી નશીલી પાંપણો છે ઢળે,
અમન ચમન નું પંખીડું પિંજરે હવે કેમ રહે,
ગુલાબના ફૂલો તણા હારો હવે ગળા માં
પડે,
ચાર ખંધા ઉપર હવે છે ડોલી ચડે,
અગ્નિની સાક્ષી એ સૌ કોઈ વિદાય કરે,
હર કોઈ આંખો છે વિરહ થી રડે,
રેશનકાર્ડ માં અહી એક નામ ઘટે,
સાસરીયા માં હવે તુજ ની નોંધ વધે.