ના સમજાવો મને દુનિયા ની રીતો
આ જિંદગી કંઈક એવી રીતે જીવી રહી છું
બહુ સારુ બનવામાં ભલાઈ નથી
એટલે થોડી ખરાબ પણ હું બની ગઈ છું
નાની ઉંમરમાં ઠોકરો બહુ ખાધી છે
હવે એકલા પણ ખુદ ને સંભાળી લીધી છે
આ દુનિયામાં કોઈ કોઈનું નથી એ હકીકત
મેં અનુભવ થી જ જાણી લીધી છે
મને પણ મળ્યા છે દગા સબંધો માં
એટલે હું પણ દગા આપતાં શીખી ગઈ છું
પ્રામાણિક રહેવાથી કઈ મળતું નથી
એટલે જ અપ્રમાણિકતા ના પાઠ હું શીખી ગઈ છું
પ્રેમ કર્યો છે કોઈને દિલ ફાડીને
તો નફરત પણ એટલી સિદ્દ્ત થી કરી છે
પ્રેમથી હાથ ફેરવ્યો છે કોઈના માથા પર
તો કોઈના ગાલ પર ખેંચીને થપ્પડ પણ મારી છે
ખરાબ સમયમાં સાથ આપી આંસુ લૂંછી હસાવી છે
એમના માટે ખુશીઓની દુઆ અગણિત કરી છે
અને મારાં ખરાબ સમયમાં મારી ઓકાત દેખાડવા વાળાને
ચૂપ રહી ને જ ઓકાત એમની બતાવી છે
બહુ બનાવ્યો છે મજાક મારી લાગણીઓ નો લોકોએ
એટલે હું પણ પથ્થર દિલ બની ગઈ છું
સારી બનાવની હોડમાં હું હારી ગઈ છું
એટલે જ ખરાબ હવે હું બની ગઈ છું