" ફૂલની માફક ખીલી જવાનું,
ખુદ્દારીથી જીવી જવાનું .
રીસાવાનું રાખ્યું છે , પણ
એક ઘડીમાં રીઝી જવાનું.
ધીરે ધીરે મક્કમતાથી
જીવન જીવતાં શીખી જવાનું.
દિલ ઈન્કારે જે કરવાનું
ત્યાંથી પાછા વળી જવાનું.
સત્કર્મો ને સંસ્કારોથી
ક્યાંક કોઈને ગમી જવાનું.
બીજાને અડચણ લાગે તો
તુર્તજ ત્યાંથી ખસી જવાનું.
નિત્ય મળે ના સમથળ રસ્તો,
ઢાળ ઉપર પણ ચઢી જવાનું.
ઊગવાનું ભરપૂર સવારે ,
સાંજ પડે ત્યાં ઢળી જવાનું.
જીવન નાજુક વસ્તર છે,
તૂટે ત્યાં ત્યાં સીવી જવાનું.
🌹Good morning 🌹
અજ્ઞાત