હા #આભારી છું હું તારી ,
એ વાત અલગ છે કે તું આભાર વ્યક્ત કરવા નથી દેતો ,
ભલે ભૂલ હોય મારી sorry કહેવા નથી દેતો,
ઝઘડો ભલે હું કરુ પણ મનાવવાની કળા હંમેશાં તારી હોય છે,
જીદ ભલે હું કરું પૂરી કરવાની તારે હોય છે,
વાતો મારી કેટલીયે હોય જાગવાનું તો તારે જ હોય છે,
ચંચળ તો મારો સ્વભાવ, તારે તો શાંત રહેવાનું હોય છે,
બોલું તો હું છું પણ સાંભળવાનું તારે હોય છે,
હું આભારી છું તારા સાથ માટે, વિશ્ચાસ માટે, તારી મિત્રતા માટે.
_Dhanni
#આભારી