Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાટકી વ્યવહાર
____________
પાડોશી ની સાથે પહેલા વાટકી વ્યવહાર હતો,
ઢોકળા બનાવ્યા હોય તો પાડોશી ને ત્યાં થાળી ઢાંકવા નો રીવાજ હતો,
હૃદયના ભાવને ભાવના થી રંગવા નો પ્રયાસ હતો,
હાથ માં હાથ મિલાવી ને આગળ ચાલવા નો સ્વભાવ હતો.
આજે હવે,
હોટેલ માં ગયા તો સેલ્ફી મોકલવા નો રીવાજ છે,
થાળી ના મેનુ નો વિડિયો મોકલવા નો અહેસાસ છે,
હૃદય ખૂલતું નથી છતાં ,ત્યાંથી ઇમોજી આવી જાય છે,
પોતાની મોટાઈ માપવા નું આ બેરોમીટર ખાસ છે,
બીજે દિવસે ત્યાંથી પણ વીડિયો આવી જાય છે,
આમ જ એક બીજાને નીચા દેખાડવાનો પ્રયાસ છે,
અહંની મોટાઈ હવે વાટકી માં ક્યાં સમાય છે.

Gujarati Poem by Jayvant Bagadia : 111476020
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now