ભગવાન શિવનાં પાંચ કૃત્યો છેઃ-
1. જગતની ઉત્પત્તિ
2. સ્થિતિ( પાલનપોષણ)
3. લય (પોતાનામાં સમાવી દેવું)
4. તિરોધાન (છુપાઇ જવું- concealment)
5. અનુગ્રહ
સર્જન, સ્થિત અને લય આ ત્રણ વિશે તો બધાં જાણે જ છે. આ ઉપરાંત પરમાત્મા સાધક ઉપર કરુણા કરવા માટે સદગુરુ સ્વરૂપે ધરતી પર પ્રગટ થાય છે. કાશ્મીર શૈવ મત પ્રમાણે ગુરુના રૂપમાં પરમેશ્વરની અનુગ્રહ શક્તિ રહીલી છે. સદગુરુ એ પરમાત્માની શક્તિ અને શિવનું અર્ધનારી નટેશ્વર રૂપ છે. ગુરુએ આપેલા મંત્રમાં સાધકમાં રહેલી સુષુપ્ત દિવ્ય કુંડલિની શક્તિને જાગૃત કરી શિવ-તત્વની અનુભૂતિ આપવાની ક્ષમતા છે. શ્રી ગુરુ એટલે સ્વયં વેશપલટો કરેલા પરમાત્મા. ગુરુએ આપેલા મંત્રનો નિરંતર જાપ કરવાથી બ્રહ્માંડનાં બધાં જ રહસ્યો સાધક સમક્ષ પ્રગટ થાય છે. કાશ્મીરી શૈવ મતના અધિકૃત જાણકાર પ્રોફેસર શ્રી રમણિકભાઇ કે. દવે માણસામાં બિરાજમાન છે. તેઓ કહે છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરતી શક્તિ સાધકમાં કુંડલિની રૂપે રહેલી છે. આ અંતર-શક્તિ જાગૃત થતાં સાધકના જીવનનું લક્ષ્ય તેને પ્રાપ્ત થઇ જાય છે. આ જ છે સિદ્ધયોગ.
--ઓમ નમઃ શિવાય--
*ડો. શરદઠાકર*