#વાતોડિયું
ખુલીને જીવે છે ને ભલેને હોય એ ખૂબ વાતોડિયું,
મારો ખભો તો એને મન જાણે હુંફનું એક ઘોડીયું.
મનની ભીતર દબાવી બધું એ નથી થતી એકલી,
મારા દિલમાં ચીચી કરી એ તો બની મારી ચકલી.
એક હાથ એનો ધરી આપે બંનેના પ્રણયને આકાર,
મારા સપના એના બનાવી ઉડી આકાશે કરે સાકાર.
એક વાતોડિયું કેમ બની ગયું જાણે જીવનનું કોડિયું,
મારા પ્રણયનું તેલ પુરી હું જીવનને કરી દવ વાતોડિયું.