મૂર્ખ અને ચતુરમાં અંતર બસ થોડા શબ્દો નું જ છે, એ કે
મૂર્ખ માણસ કોઈ ને મૂર્ખ નથી બનાવતો, જ્યારે ચતુર માણસ હંમેશા બીજાને મૂર્ખ બનાવવાની કોશિશ કરે છે.
મૂર્ખ કોઈને છેતરતો નથી અને ચતુર બધાને છેતરે છે.
મૂર્ખ વ્યક્તિ માટે બધા સરખા ના કોઈ પોતાનું કે ના કોઈ બીજાનું બધું જ સરખું, જ્યારે ચતુર માણસ પોતાનું હોવા છતાં બીજાનું લેવાની કોશિશ કરે છે.
મૂર્ખને કોઈ વાતનો ડર નથી લાગતો, અને ચતુરને હમેશાં ડર લાગ્યા જ કરે છે.
બસ આ જ અંતર છે. મૂર્ખ અને ચતુરમાં.
જિંદગી જીવવા માટે ક્યારેક મૂર્ખ બનવું પડે તો બની જવું જોઇએ કારણ કે એમાં પણ એક ખુશી છૂપાયેલી હોય છે.
#મૂર્ખ