સાંજ તો દરરોજ થાય છે પણ એ સાંજ ક્યારે થશે જયારે તું સાથે હોઈશ,
દુનિયાદારી થી દૂર એક ઢળતી સાંજે તારી સાથે ઝૂલે બેસવું છે,
એક કપ ચા અને ઘણી બધી વાતો ,
જે માત્ર તારી અને મારી હશે , જોયેલા સપના અને વીતેલા સમય ને વાગોળવો છે,
તારા વિના વીતેલા એ પળો ને ભૂલી બસ એ ક્ષણો ને મન ભરી ને માણી લેવી છે,
હા થોડી ફરિયાદ પણ છે પૂછવું છે તને કે આવતા આટલી વાર કેમ થય,
શુ તને ક્યારેય મારી યાદ આવી ખરી? તારા જવાબ જે હોઈ એ બસ તારા આવ્યા નો આનંદ છે મને,
કહેવું છે તને કે મારી પાસે બધા હતા બસ તારા જેવું અંગત કોઈ નતુ ,
આટલી ભીડ મા પણ તારા વિના એકલું લાગતું ,
મારે કહેવું છે તને કે બજાર ના એ રસ્તા ઉપર હંમેશા મારી નજર જતી જ્યાં ક્યારેક તારી અવર જવર હતી,
એ ટપરી પર જ્યાં તને કાયમ ચા પીતા જોયો હતો ત્યા કોઈક બેઠું હોય તો થતું તું જ હશે,
આટલા વર્ષો તારા વિના વીત્યા પણ વિશ્વાસ હતો કે એક દિવસ તું ચોક્કસ આવીશ...