માનવ બનજો તમે
એસ.એસ.સી.નો વિદાય સમારંભ હતો જેમાં સામેલ અમે,
એક આંખ માં દોસ્તો થી વિદાય ના આંસુ પડે,
બીજી આંખ માં પ્રગતિ નો હરખ વહે,
માં બાપ ટીચર ની આંગળી છોડી,આગળ ચાલવા નું મન હવે,
સપના ઓ બધા ભેગા કરી ઉડવા નું ઘણું જોમ હવે,
C.A. માં ઘણો સ્કોપ છે,અથવા M.B.A. બનજો તમે,
કોઈ કહે ડોક્ટર બની સમાજની સેવા કરજો તમે,
અથવા એન્જીનીયર બની પ્રગતિ માર્ગ લઈ લેજો તમે.
કવિરાજ કહે કંઈ પણ બનતા પહેલા 'માનવ ' બનજો તમે.