સૂર્ય આવી ઉભરે ઉભો અને ઉંઘણસી સુતા અગાશી,
પપ્પા કહે હવે તો ઉંઘણસી ઊઠ, તારુ મોઢું ધો વાસી.
સૂવા દયો થોડી વાર હજુ આપણે ક્યાં જવું છે કાશી.
ઊઠ કહે જલ્દી દઉ લાઠી, રોટલા તો ખાય તું ઠાંસી ઠાંસી.
ખેતરે જઈ જોઈ આવ તું કેટલું સોનું વરસ્યું આકાશી.
શીરામણમા માખણ અને , કહ્યું જો માનીશ તો મડશે લાપશી.
નારાણજી જાડેજા
નર
#ઉંઘણસી