માણી લે સહપરિવાર જીવનની એક એક ક્ષણ
કાળના ખપ્પરની જો ને કેવી કારમી લાત છે
ઉગી જા બીજ અંકુરિત થઈ જ્ઞાન રૂપી વૃક્ષમાં
જો સુગંધ છે ભીની ભીની માટીમાં વરસાદ છે
હરતા રેજો ફરતા રેજો નદી જેમ વેહતા રેજો
જીવન ને મરણ વચ્ચે નથી રહ્યો કોઈ પ્રશ્નાર્થ છે
મરણ આવશે ત્યારે આવશે તુ ચિંતા છોડ,
જીવન સાથની તારી આ વિશેષ મુલાકાત છે
ઊંઘણસી લોકોને આ સમજાય તો આભાર છે
સમજતા મોડું થશે પછી જિંદગી વિલોપત છે
#ઉંઘણસી