કેટલીક રચનાઓ એટલી લાજવાબ હોય છે કે વરસો સુધી આ ગઝલો કે ગઝલકારો ભુલાતા નથી, આવાજ હીન્દી ગઝલકાર
દુષ્યન્ત કુમાર ની આ લાજવાબ ગઝલ આજે યાદ કરીએ
સામાન્ય માનવી ના સંઘર્ષ, ખુમારી, આક્રોશ અને કસક દર્શાવતી આ ગઝલ નો એક એક શેર અલગ મિજાજ નો છે અત્યારે
ગુજરાતી માં વ્યર્થ લાગણી વેળા સાથે અઘરી અને અર્થહીન રચનાઓ લખનાર ને દુસ્યન્ત કુમાર પાસેથી ઘણું શીખવા જેવું છે
પ્રથમ શેર માં ગઝલકાર સાહીત્ય એજ મારુ જીવન છે એવી પ્રસ્તાવના સાથે ગઝલ શરૂ કરે છે
*મેં જીસે ઓઢતા-બિછાતા હું
વો ગઝલ આપકો સુનાતા હું
બીજા શેર માં શાયર પ્રિયતમા ની વાત કરે છે
પણ આ શેર એક તરફી પ્રેમ માં કોહવાતા પ્રેમી ને વધુ લાગુ પડે છે
*એક જંગલ હૈ તેરી આંખો મેં
મેં જહાઁ રાહ ભૂલ જાતા હું
ગઝલ નો ત્રિજો શેર લાજવાબ શેર છે જે આપણે જાણીએ છીએ ગમે ત્યાં ધડાધડ બોલનાર કોઈ ની પણ સ શેહ શરમ રાખ્યા વગર બોલનાર વ્યકિત i love you. કહેવું હોય ત્યારે થરથરાય છે
એમાંય જેટલી પ્રેમ ની તીવ્રતા વધારે એટલી ગભરાહટ વધારે
જ્યારે કોઈ વ્યકિત પ્રિય વ્યક્તિ સામે પ્રપોઝ કરવા સમર્થ નહોય તએવા વ્યક્તિ ની વાત એ શેર માં. રજુ થઈ છે ( શેર
એક કહેવત બની ગયો છે )
*તુ કિસી રેલ સી ગુજરતી હૈ
મે કિસી પુલ સા થરથરાતા હું
દુષ્યન્ત કુમાર વાસ્તવિકતા ના કવિ છે ફક્ત પ્રેમ કે પ્રેમ ની વાતજ નથી કરતા આગળ ના બે ક્રમશ શેર
માં ગજબ ની ખુમારી સાથે કવિ જિંદગી માં કડવા અનુભવો સામે ની ખુમારી અદભુત રીતે રજૂ કરે છે
સત્ય જ્યારે સામે આવે ત્યારે ચોતરફ થી વિરોધ થાય છે.
*હર તરફ એતરાત હોતા હે
મેં અગર રોશની મેં આતા હું
ગઝલ નો મને સૌથી ગમતો અને મધ્યમ વર્ગીય
માણસ નો મિજાજ રજૂ કરતો શેર સરળ હિન્દી માં કેવી અદભુત રીતે પ્રયોજાયો છે
*એક બાજુ ઉખડ ગઈ હૈ જબ સે
ઓર જ્યાદા વજન ઉઠાતા હું
કવિ કહે છે એક હાથ કપાય ગયો છે ત્યારથી વધુ વજન ઉપાડું છું હું હિંમત નથી હાર્યો
(આ લોકડાઉન ની સ્થિતિ માં ઘણા મધ્યમ વર્ગીય
લોકો ને આ શેર લાગુ પડે છે)
- આલેખન -આકાશ પટેલ. મોરબી
(આલેખન કેવું લાગ્યું કોમેન્ટ કરી બતાવશો)