Gujarati Quote in Thought by Jasmina Shah

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થેંક્યુ યાર...!!

કોમળતાનો એ સ્પર્શ મને ખૂબજ આનંદ આપી રહ્યો હતો. એ દિવસે હું ખૂબજ ખુશ હતી. ફક્ત હું એકલી જ નહિ ઘરના તમામ સભ્યો ખૂબ ખુશ હતા. મારી કૂખે દિકરો અવતર્યો હતો. અને મારા પતિ અંદર મારા રૂમમાં આવ્યા, દિકરાને હાથમાં લીધો અને બોલ્યા, " થેંન્કયૂ યાર, તે મને પિતા બનાવ્યો તે બદલ. "
અને અમે બંને એકબીજાની સામે જોઇ હસી પડ્યા હતા.

અમારા ઘરમાં એક નવા મહેમાનની પધરામણી થઇ હતી. પતિ-પત્ની માંથી અમે માતા-પિતાની પદવી  પ્રાપ્ત કરી હતી. અમારા બંનેના જીવનમાં એક નવા જીવનનો પ્રવેશ થયો હતો. અમારું બાળપણ પાછું આવ્યું હતું. અને એક સંપૂર્ણ પરિવારની રચના થઇ હતી....

- જસ્મીન

Gujarati Thought by Jasmina Shah : 111472330
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now