#કટું
ગુંજન ફ્લેટના નીચેના માળે રોજનું અઢીસો માણસનું ટીફીન બનતું. બિહારનો પરિવાર ટીફીન સર્વિસ ચલાવતો. હકીકતમાં તો ફ્લેટ કે ફ્લેટના પરિસરમાં ધંધો કરવાની મનાઈ હતી. મકાન માલિક ફ્લેટના નિયમો જાણતો હોવા છતાં વધારે ભાડાની લાલચમાં તેણે રસોડું ચલાવવા ફ્લેટ ભાડે આપ્યો હતો. ભાડુઆતનો પરિવાર ફ્લેટના આ નિયમથી અજાણ હતો એ તો ખુશી ખુશી પોતાનું કામ કરતો હતો. ત્રણ મહિના પછી ફ્લેટના રહીશો દ્વારા વિરોધ થાય તે સ્વાભાવિક હતું. આથી ફ્લેટના માલિકે તો ખોટેખોટું કહી દીધું કે અઠવાડિયા પહેલાં નોટિસ આપી દીધી છે પણ ભાડૂઆત ફ્લેટ ખાલી કરવાની ના પાડે છે આથી ફ્લેટના રહીશોએ ભાડુઆત ને અનેક ક્ટુ વચનો કહી ફ્લેટ ખાલી કરાવ્યો પરંતુ જયારે સાચી વાતની જાણ થઈ ત્યારે ફ્લેટના રહીશોને ભાડુઆત માટે ખૂબ દુ:ખ થયું અને મકાન માલિક પર ગુસ્સો પણ આવ્યો.