જીદંગી ની સફર ને હસતાં હસતાં કાપતી ગઈ રસ્તે ઘણી ખુશીઓ વેરાયેલી હતી તેને વીણતી ગઈ મુરઝાયા પછી પણ મારી સુવાસં ની ચંચૉ છે અહીં વસંત તોશુ હુ તો પાનખરમાં પણ ખીલતી ગઈ ઉચાઈ એ રેહવાનો મને જરા પણ મોહ નથી દોસ્તો હુ તો એ તારો છું કે બીજા ની ઈચ્છા પુરવા ખરતી ગઈ સમય સાથે સમજાયુ ના મળતી ખુશીઓ માં જ હમેશા ખુશ રેહવા દુઃખ ને પણ હસી ને માણતાં શીખતી ગઈ આ ચેહરા ની મુસ્કાન જોઈ ને એવું ના માનતા કે હું કયારેય રડી નથી પરતુ આસું ઓ ની શાહી બનાવી શબ્દો મા વ્યાથા લખતી ગઈ કોશિશ તો કેટલીયે કરી હશે જીદંગી એ મને રડાવવાની પરતું સવાલ તો વટ નો હતો હુ હમેશા હસી ને જીવતી ગઈ...મીનુ