....શું અર્થ?
પાણી વહ્યા પછી પાળ નો શું અર્થ?
વાણી વદ્યા પછી પંપાળ નો શું અર્થ?
થાક્યો 'તો ભાવતાં ભોજન ની તાક માં
માણી લીધા પછી એ થાળ નો શું અર્થ?
ઝાંઝવા ના જળ માં ઝાલવાં 'તા મોતી
તાણી લીધા પછી એ જાળ નો શું અર્થ?
આયખું મથ્યો હું જે ભ્રમણાઓ ભાંગવા
જાણી લીધા પછી આ જંજાળ નો શું અર્થ?
દેવાંશુ પટેલ