શીખો એ બાળક પાસેથી જે બાળક હોવાનું ભૂલી માતાની સાથે નિ:શબ્દ ચાલતો રહ્યો આ બળબળતી બપોરે,
શીખવું છે મારે પણ એ રસ્તા પાસેથી કોઈ સાથ આપે કે નહીં હું સાથ આપીશ મારી જાતને બાળીને પણ, ને આ ધગધગતા સૂર્યનાં પ્રકોપ વચ્ચે તપતી સડક પર ચાલતાં પગમાં પડતાં
છાલાને નહીં ગણકારતા શીખવું છે, જઠરાગ્નિ ની આગને સાથે લઈને દોડતાં શીખવું છે,ભુખ્યાજનોની જેમ શાંત બનતા શીખવું છે,બાળપણને ભૂલી જઈ શાંત બની ગયેલાં એ ભૂલકાં ને બાળપણ ની યાદ અપાવી તેને કાલીધેલી ભાષામાં બોલતાં શીખવવું છે.