આજે જાગ્યા પંખીઓ ના કલરવ પહેલા
તોય ભોર જાણે હજી સૂતી લાગી...
નીરખતા રહયા આભ ને વાટ જોતા,
લાગ્યું આજે સૂરજ ને પણ જાગવામાં વાર લાગી....
પણ.....
વિશ્વાસ હતો સૂર્યોદય માં,
ઉગ્યો સૂરજ ને બદલ્યો રંગ આભ નો...
પ્રકાશપુંજે ખીલવી ભોર ને
જાણે આજ ફરી નવો શણગાર સજ્યો...