Gujarati Quote in Song by Ronak Kamdar

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તરહી ગઝલ.
---------
કશું યાદ કરવાનો મોકો મળ્યો.
ક્ષણોને સંઘરવાનો મોકો મળ્યો.

જો કોયલ હ્રદયમાં ઉડાઉડ કરે,
વસંતે વિહરવાનો મોકો મળ્યો.

ઘણી હામ ભેગી કરી એ પછી ,
બની આંસું ખરવાનો મોકો મળ્યો.

અગાશી ઉપર જઇ સૂતો એટલે ,
મને ચાંદ ધરવાનો મોકો મળ્યો.

તમે આંખ નીચી કરી એ પછી,
સમયને પણ સરવાનો મોકો મળ્યો.

'ધમલ'પ્રેમવાળા શબદ જ્યાં મળ્યાં,
કલમને નિતરવાનો મોકો મળ્યો.


#શીખો

Gujarati Song by Ronak Kamdar : 111443628
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now