શીખું છું
શબ્દો ખોવાયા છે, શોધતાં શીખું છું,
કલમ લઇ હાથ માં, લખતાં શીખું છું.
જિંદગી ના જખ્મો સહન કરી ને;
આવેલા દુઃખ સામે હસતાં શીખું છું.
આજ સુધી જીવતી રહી હું એકલી ,
એકલતા ના અણગમા થી ભળતાં શીખું છું.
તને શોધતી રહી હું, જિંદગી આખી,
બસ હવે તુજ માં ઓગળતા શીખું છું.
પ્રકૃતિ સોંદર્ય છે, અને તારો પ્રેમ છે;
તેને જ આલેખવા લખતાં શીખું છું.
અહીં ઉતાર ચઢાવ તો આવ્યાં જ કરે છે,
પણ મોજ થી ભરેલી જિંદગી જીવતાં શીખું છું.
- Minii દવે
#શીખો