તારા હાથ માં મારા હાથ મારે રાખવા છે
તારી આંખો ના સપના મારે સાચવવા છે
તારી પાંપણ ના પલકારા મારે ઝીલવા છે
તારી રાહ જોવાની ક્ષણો મારે ભરવી છે
તારા આવવાના ભણકાર મારે સાંભળવા છે
તારા પ્રથમ સ્પર્શ નાં ઝણકાર મારે સાચવવા છે
તારી યાદ ની એ મહેક મારે માણવી છે
તારા નામ થી હૃદય ના એ સૂનકાર મારે ભરવા છે
#રાખવું