૨૧ મે, ૨૦૨૦, ગુરુવાર
...તમારે ધ્યાન #રાખવું જોઈતું હતું.
દેશ આજે લૉક ડાઉન ના ચોથા તબક્કા થકી અઠ્ઠાવનમાં દિવસમાં પ્રવેશી ચૂક્યો છે. તમારે ધ્યાન #રાખવું જોઈતું હતું.
વર્ષમાં બાવન રવિવાર આવે છે જેની તમે કાગડોળે રાહ જોતા હોવ છો. અને ' રવિવાર એટલે પરિવાર માટે અને પરિવાર સાથે '. તમને આ બધાય રવિવાર સળંગ આપી દીધા. તમારે ધ્યાન #રાખવું જોઈતું હતું.
સોશ્યલ ડિસટન્સીંગ રાખવાનું કહ્યું હતું અને તમે સોશ્યલ ડિસ્કનેક્ટિંગ કરી નાંખ્યું. તમારે ધ્યાન #રાખવું જોઈતું હતું.
મેડિકલ ટીમ તમારા જ સારા સ્વાસ્થ્ય માટે છેક તમારા સુધી આવતી હતી. તમે તમારી સંકુચિત માનસિકતાને લીધે તેઓને દુશ્મન માની બેઠા. શું આપણે સહુ ભારતીયો નથી? તમારે ધ્યાન #રાખવું જોઈતું હતું.
શ્રમજીવી તરીકે તમે અમારાં રાજ્યમાં આવ્યા અને પેઢીઓથી તમારી કર્મભૂમિ બનાવી. આવા સમયે તમને માતૃભૂમિની યાદ આવે તે સ્વાભાવિક છે. તમે કાયદા પર હાથ ઉગામ્યો.તમારે ધ્યાન #રાખવું જોઈતું હતું અમારું રાજ્ય દેશમાં નંબર વન છે.
તમારે એવી દરેક બાબતોનું ધ્યાન #રાખવું જોઈશે જેથી આ દેશ આત્મનિર્ભર બની શકે.
#રાખવું