દોસ્તી
દોસ્તી એ દરિયો છે , જેમાં વ્હાલપની, સમર્પણની કેટલીયે સરિતાઓનો સંગમ છે.
દોસ્તીનો દિલનો દરિયો ક્યારેય સુકાતો નથી.
તમે એના દિલ પર વલોણું કરશો ને તોય એ પોતે વલોવાઈ જશે .પણ દોસ્તને તો કિંમતી રત્નો જ આપશે.
દોસ્તની દોસ્તીનો ખજાનો બહુ હોય છે મજાનો.
જો સાચવતા અને નિભાવતા આવડે તો...
દોસ્ત દુઃખને ઝીલી લેનારો સુખનો સિતારો છે.
દોસ્ત ગમને ખુશીમાં ફેરવનારો જાદુગર છે.
દોસ્ત પોતે તકલીફ વેઠીને પણ તમને આનંદની અનુભૂતિ કરાવનાર ફરિસ્તા છે.
દોસ્ત તમારા તમામ દર્દનું ઔષધ છે.
દોસ્ત અને દોસ્તીને તમારા પ્રેમની દાબડી માં સાચવીને રાખજો. કોઈ એને લૂંટી ન જાય..નહિં તો પાયમાલ થઈ જશો.
ઝંખના