તું મને દિલના ધબકારમાં મળજે.
તું મને નૈનની અશ્રુધારમાં મળજે.
નહીં સહેવાય વૈભવ વસંતનો કદી,
તું મને પાનખર તણા પ્રહારમાં મળજે.
શક્ય ન પણ બને મુલાકાત આ જન્મે,
તું મને આવતા કોઇ અવતારમાં મળજે.
પ્રતિક્ષાથી કંટાળનારો હું છું જ નહીં,
તું મને લાગણી પૂરબહારમાં મળજે.
ઝંઝાવાતી છું થોડાથી ના રીઝનારો હું,
તું મને ષોડશી બની સિંગારમાં મળજે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.