Gujarati Quote in Thought by Tr Mrs Snehal Rajan Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પતંગ શીખવાડે છે કે જીવન તો મસ્તીથી જ જીવાય. જેમ થોડી જ હવા મળતા પતંગ ઊંચે ઉડે છે એમ જો કોઈ વ્યક્તિને પણ યોગ્ય પ્રોત્સાહન આપવામાં આવે તો એ પોતાની યોગ્ય પ્રતિભા બતાવી શકે. પ્રેરણા એ ખૂબ જ જરુરી છે. હતાશ થઈ ગયેલા વ્યક્તિને કોઈનું પ્રોત્સાહન મળતાં જ એ નિરાશા ખંખેરી ફરીથી કામે લાગી જાય છે.
પતંગ જેમ હવામાં ઊંચો જાય છે એમ એને કાપવા માટે આજુબાજુથી ઘણાં પતંગો આવી જાય છે. પરંતુ જે પતંગ સૌથી ઉપર હોય એ સહેલાઈથી નથી કપાતો. એવી જ રીતે વ્યક્તિ જ્યારે સફળતા મેળવવા લાગે છે ત્યારે એને નીચા પાડવા ઘણાં મેદાનમાં ઊતરે છે. આ સમયે ઘભરાયા વગર જે પોતાની નિષ્ઠાથી કર્મ કરતો જાય છે એને કોઈ મુશ્કેલી નડતી નથી. માટે જ્યારે તમારી ટીકા થાય છે ત્યારે સમજી લેજો કે તમે યોગ્ય દિશામાં છો. જ્યારે કોઈ તમારા સુધી પહોચી ન શકે ત્યારે જ એ તમારા તરફ આંગળી ચીંધે છે.
કપાયેલો પતંગ પણ કોઈ બીજી વ્યક્તિ પાસે જઇને તો પાછો ઊંચો ઉડે જ છે. માટે નિરાશા ખંખેરી ફરીથી આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોને ખબર સફળતા કદાચ તમારા બીજા પ્રયત્નની રાહ જોતી હોય.
આમ સાધારણ લાગતો અને મનોરંજનનું સાધન એવો પતંગ પણ ઘણુ શીખવે છે.

#પતંગ

Gujarati Thought by Tr Mrs Snehal Rajan Jani : 111441203
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now