Gujarati Quote in Poem by Nirmit Thakkar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મા, તું સૌથી વાહલી છે..

કહેવાતા દરેક સ્વજનથી કાયમ,
તું નવ મહિના વહેલી છે...
મા, તું સૌથી વાહલી છે..

લઈ આવી ધરા પર મુજને સંઘર્ષો ખેલી,
લડી જે મારા માટે, એ યોદ્ધા તું પહેલી છે...
મા, તું સૌથી વાહલી છે..

ઋણી છું તારા ધાવણનો ને તારી લોરી થપકીનો,
જીવનમા અનન્ય અક્ષય પ્રણયની તું હેલી છે...
મા, તું સૌથી વાહલી છે..

ભાષા દીધી,વાચા દીધી,દીધા જીવનમંત્ર,
પ્રત્યેક રુદને મેં બસ તારી ઓઢણી ઝંખી છે...
મા, તું સૌથી વાહલી છે..

છું જે કંઈ આજે,એ ફક્ત તારા વરદાનો થકી,
ને તુજ અમીદ્રષ્ટિ અવિરત મુજ પર વરસે છે....
મા, તું સૌથી વહાલી છે..

- નિર્મિત ઠકકર

Gujarati Poem by Nirmit Thakkar : 111440580
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now