રક્તના જ્યાં વહેતા નીર છે,
સરહદ પર લડતા શૂરવીર છે.
એ કાશ્મીર ધરતી ચંદનની,
ઊંચા પહાડો ઊંડી ખીણ છે.
બર્ફીલી વાદીઓ નીચે અંગાર,
જેલમના પ્રવાહમાં શમશીર છે.
કુરબાની છે શ્યામાપ્રશાદની,
એ ધરામાં ઉસ્માન જેવા હિર છે.
લલદ્યદના ગીતોની કત્લ છે જ્યાં,
કશ્યપની તપસ્યા, ચીર ચીર છે.
એવા સમયે રક્ત જેમને આપ્યું,
એ દેવતા છે વતનના એ વીર છે.
સળગાવી કાશ્મીર આઝાદી માંગે,
વિરો તેને આઝાદી આપવા અધિર છે.
કવિતા છે મનોજ ની કાશ્મીર પર,
નથી અશ્રુ પ્રવાહ, અંગારના નીર છે.
મનોજ સંતોકી માનસ
#શૂરવીર