હે જીવ! તું રહેજે મસ્ત આનંદી,
જીવનમાં તો આવતી જ રહેશે તેજી ને મંદી,
પણ તુ રહેજે પરમાનંદી,
સંબંધોની ૠતુમાં પણ કદી ગરમી ને કદી ઠંડી,
પણ તુ રહેજે સદાનંદી,
કોઈનીયે સ્થિતિ નથી સારી કે ગંદી,
તુ રહેજે નિજાનંદી,
નથી કિંમતી પેલુ સોનું કે ચાંદી,
અતિ અમૂલ્ય છે અે આતમાનંદી,
જીવ! તુ રહેજે શુધ્ધ આનંદી ❤
#આનંદી