એવા જીંદગીમા સદા આનંદી બની રહો,
કે દુખ પણ હારી જાય હિંમતને જોઇ.
મુશ્કેલીઓને એવી દુર સટાસટ ભગાડો,
કે એ ભુલે તમારી જીંદગીનો સખ્ત રસ્તો.
એવા હંમેશા રહો જીંદગીમા હસતા સદા,
કે દુશ્મનો પણ ઘડીભર ચડી જાય ગોટાળે.
બની રહો આનંદી અને પીરસો આનંદ સૌને,
બસ એજ આવશે પુન્યનુ ભાથુ ભેગુ આગળ.
પડી રહેશે તમામ થોથાઓ કાગળરુપી માયા,
અને બળી જશે બધી મુશ્કેલી આ કાયા સાથે.
એવા જીંદગીમા સદા આનંદી બની રહો,
કે દુખ પણ હારી જાય હિંમતને જોઇ._રશ્મિ
#આનંદી