Gujarati Quote in Thought by hardik joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છે ન્યાય કર્મો નું જ ફળ, છતાં...
ન્યાય એટલે કરેલા કર્મો નો હિસાબ નહી,

છે ન્યાય અપરાધો નો જ અરીસો, પણ...
ન્યાય એટલે માત્ર કરેલ અપરાધ ની સજા નહિ,

સમાનતા ને રક્ષે એ ન્યાય, તોયે...
ન્યાય એટલે સમાનતા સ્થાપવા માટે ના પ્રયાસ માત્ર નહિ,

મળ્યા પછી મન શાંત જરૂર થાય, તેમ છતાં...
ન્યાય એટલે મન ની શાંતિ નું સાધન નહિ,

મેળવવો ન્યાય એ ઈચ્છા છે અનેક ની, પરંતુ...
નથી ન્યાય એ કોઈ ની ઈચ્છા ની પૂર્તિ,

ન્યાયધીશ ની સ્વીકૃતિ થી જ થતો ન્યાય, તો પણ
નથી ન્યાય એ કોઈ ની સ્વીકૃતિ માત્ર,

અમીરો ને સહજતા થી મળતો, પણ...
ન્યાય નથી કોઈ અમીર ની જાગીર,

ગરીબ ને કરવો પડતો સંઘર્ષ ન્યાય મેળવવા ને,
કહી ના શકાય છતાં કે...
ન્યાય એટલે કોઈ ગરીબ પ્રત્યે ની કરુણા,

અસરો જન્માવે અનેક સમાજ માં, છતાં
ન્યાય શુભ્ર નથી, ન્યાય કલંક નથી

ન્યાય અન્યાય નો વિરોધી નથી,
ન્યાય સત્ય નો પક્ષપાતી નથી,
ન્યાય ભૂતકાળ નો સંતાપી નથી,

ન્યાય ધર્મ ને આધીન નથી,
ન્યાય ઈશ્વર ને પરાધીન નથી,

#ન્યાય

Gujarati Thought by hardik joshi : 111438504
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now