ક્યારેક અહીં ન્યાય સામેજ અન્યાય થાય છે.
અન્યાય સામે આંખો પર પટ્ટી બાંધી ન્યાય ના
ત્રાજવે તોળાઈ છે .
અને એટલે જ અન્યાય સામે ખોટો એક ન્યાય ઊભો થાય છે .
ન્યાય પૈસા ભારોભાર વેચાય છે
અને અન્યાય તો લાચાર અંને ગરીબો ના ઝુંપડી માં તરફડતો દેખાય છે.
ન્યાય ના નામે અહીં કેટલોય અન્યાય થાય છે.
અન્યાય કરી પછી કુદરત પાસે ન્યાય માંગવા માટે જાય છે.