ન્યાય માંગે છે દિલ મારૂ, તું તારા હોઠો ને હાજર કર,
તારાં નયનો ની, સુનાવણી થશે જ્યારે, ત્યારે ચુકાદો આવી જાશે !! 🥰
આમ ફિઝુલ ની,કેમ અડી રહી છે, તું મન ની વાતો પર,
દિલ નો મુદ્દો છે...,ને જીતવાની અપેક્ષા,તારા મન ની કરે છે !!
બોલાવ તારી ધડકનો ને, ગવાહી આપવા, એ જરૂર મારી પડખે હશે,
ખબર છે મને, કે તું નઇ બોલાવે, કે જીતવાનું ખોટું, જનૂન, જો છે તને !!
ગુનેહગાર જરૂર છું, હું તારો, કે તને પૂછ્યા વિના પ્રેમ કરી બેઠો,
દિલ ને, તો મારા, આજીવન કેદી બનવું તુ,ને તું એને ફાંસી નો ચુકાદો આપે છે !!
જો આજ નિર્ણય છે, તારો, તો તો અન્યાય થઈ જાશે,
સજા ભલે થઈ મારા દિલ ને, દર્દ ભોગવવું, તારા દિલ ને પડશે!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૧૭ મે ૨૦૨૦
#ન્યાય