ટૂર ઓફ ડયુટી
Tour of Duty (ToD)
દેશ જ્યારે કોરોના વાયરસ સામે જંગે ચડયો છે, આત્મનિર્ભર બનવા આર્થિક પેકેજને આવકારી રહયો છે, અને લોક ડાઉનનાં ચોથા ચરણમાં પ્રવેશી રહ્યો છે, ત્યારે ભારતીય સેના પણ સામાન્ય નાગરિકો માટે ટૂર ઓફ ડયુટી લઈને આવી રહી છે. શું છે આ ટૂર ઓફ ડયુટી? ચાલો સમજીએ:
ટૂર ઓફ ડયુટીનો મતલબ દેશનાં એવા યુવાઓ જેને ડિફેન્સ સર્વિસ સાથે કાયમ માટે નથી જોડાવું પણ ટૂંકા ગાળા માટે જોડાઇને રોમાંચ નો અનુભવ કરવો છે.
ટૂર ઓફ ડયુટી યોજના હેઠળ જોડતા યુવાનોને ત્રણ વર્ષના સમયગાળામાં ત્રણેક વખત યુદ્ધ અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિમાં મોકલવામાં આવતા હોય છે.
ટૂર ઓફ ડયુટી અંતર્ગત જોડતા યુવાઓ માટે સેલેકશન પ્રક્રિયામાં કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે. મતલબ સંપૂર્ણ ટ્રેનિંગ લેવાની રહેશે.
દેશમાં હાલ રાષ્ટ્રવાદની જે લહેર ઉઠી છે એના કારણે સેનામાં એવાં લોકોને જોડાવવાની તક મળી શકે છે જેને સેનાની સંસ્કૃતિ અને કામગીરી પ્રત્યે આકર્ષણ હોય.
લશ્કરી તાલીમ અને ત્રણ વર્ષની સૈન્યની સેવાથી યુવાઓને સ્પષ્ટ દિશા મળશે. યુવાનોમાં ફિઝિકલ ફિટનેસ ઉપરાંત દેશભક્તિ, શિસ્ત અને જવાબદારીની ભાવના વિકસશે.
ટૂર ઓફ ડયુટી યોજનાં હેઠળ પસંદગી પામતાં જવાનને ત્રણ વર્ષ માટે ટેક્સ ફ્રી આવક મળશે તેમજ પબ્લિક સેક્ટર જોબ્સ અને પોસ્ટ ગ્રેજયુએટ કોર્ષ માં અગ્રતાક્રમ અપાશે.
હાલમાં ૧૦૦ ઓફિસરો અને ૧૦૦૦ અન્ય રેંજના અધિકારીઓની ભરતી કરવાની વિચારણા ચાલી રહી છે.
દુનિયાનાં ઘણાં દેશોમાં જેમકે ઇઝરાયેલમાં લશ્કરી તાલીમ ફરજિયાત છે, આપણે ત્યાં ટૂર ઓફ ડયુટી મરજિયાત રહેશે.
મહિન્દ્રા ગ્રુપ એ ટૂર ઓફ ડયુટીના ત્રણ વર્ષ પૂર્ણ કરેલ ગ્રેજયુએટ જવાનોને જોબ આપવાની તૈયારી બતાવી છે.
જય હિંદ