આ તે કેવું રમકડું...!! "
આ તે કેવું રમકડું છે આ મોબાઇલ..!!
મારી ને તમારી યાદ કેદ થઇ જાય,
જીવનની હરેક ક્ષણ કેદ થઇ જાય,
જેમાં ફોટા બનીને...!!
રૂબરૂ ન મળી શકું મિત્રોને,
તો મળી લઉં આ મોબાઇલમાં..!!
જાણે રૂબરૂ મળ્યાનો ભાસ...!!
આ તે કેવું રમકડું છે આ મોબાઇલ...!!
પરદેશમાં રહેતા સ્વજન સાથે વાત કરું હું
વોટ્સઅપ કોલથી...
જાણે રૂબરૂ મળ્યાનો ભાસ..!!
પહેલા દુર્લભ હતું આ બધું,
હવે દરેકના હ્રદયનો ધબકાર છે આ મોબાઇલ..!!
અને જીવી રહ્યો છે દરેકના હ્રદયમાં
જાણે એક જીવંત વ્યક્તિ,આ મોબાઇલ...!!
આ તે કેવું રમકડું છે આ મોબાઇલ...!!
- જસ્મીના શાહ 'જસ્મીન'