તું નથી તો પણ તારી યાદ માત્ર થી,
ચહેરા પર થી સ્મીત છલકાય જાય છે.
બની કાજળ મારી આંખો માં છુપાઈ જાય છે,
બની ક્યારેક માત્ર આંસુ આંખો માં વહી જાય છે.
બની ક્યારેક પડછાયો તું મારી સાથે ફરતો દેખાય છે,
ક્યારેક બની માત્ર ઓછાયો કયાંક છૂપાઈ જાય છે.
બની ક્યારેક યાદ તું મારી એકલાનો આધાર બની જાય છે,
ક્યારેક તૂં બધા ની વચ્ચે માત્ર એકલતાનો આભાસ કરી જાય છે.
ડગલે ને પગલે માત્ર તારા હોવા નો અહેસાસ આજે પણ થાય છે,
શબ્દેશબ્દે આજ મારા માત્ર નામ તારું લખાય છે..@