માત્ર શબ્દ
નું મૂલ્ય
શૂન્ય જેવું છે!
જેના માટે વપરાય
તેમનું મૂલ્ય વધી જાય છે!
માત્ર તને મળવા માટે આવ્યો છું!
માત્ર તારા માટે આજ રજા લીધી છે!
માત્ર તારા ખાતર હા પાડી છે!
માત્ર તું કહે છે એટલે!
માત્ર તારા પ્રેમ ખાતર!
માત્ર તારી ખુશી માટે!
બહુ કહેવતો શબ્દ નથી!
પરંતુ હમેશાં અનુભવતો માત્ર
હોય છે!
માત્ર વધુ લાઈક,વ્યું કે કોમેન્ટ
માટે કોઈની પણ કૃતિ ચોરી
ને નથી રજૂ કરતો!
ખુદ લખું છું માત્ર
નિજાનંદ માટે
અને માત્ર
ખુદની સ્વરચિત કૃતિ
સાથે ઉપસ્થિતિ
થાવ માત્ર!
#માત્ર