મને યાદો બની તારામાં વહેવા દે,
સપનું બની તારી આંખોમાં પાંગરવા દે.
માત્ર તારા હૃદયને બનાવવા દે મારું નિવાસસ્થાન,
તારી ધડકનો બની હૃદયમાં ધડકવા દે.
તારી જોડે નથી ક્ષણિકનો સંબંધ,
તારી જોડે ભવોભવના બંધનમાં બંધાવા દે.
કોઈકવાર સુખ,તો કોઈકવાર દુઃખ ના દરિયામાં
મરજીવા બની આ જીવનસાગર ખેડવા દે.
કાળજામાં સ્નેહની કુંપળ બની મને વિસ્તરવા દે,
બસ ગમે તે સ્વરૂપે મને તારામાં રહેવા દે.
આપણા સંબંધોને આપવા દે નામ,
નિમિષ કલ્યાણીને નિમિકા બની ઓળખાવા દે.
નિમિકા.
#માત્ર