'યાત્રા'
માત ઉદર તણા દ્વાર ખુલ્યા,
તમ વિખૂટો વિલાપ નાથ રે.
ચુંબન માત મસ્તક,
સાંત્વના આપ દ્રષ્ટિની રે.
ગળથૂથી મળી જીભ તણી,
ઉષા-સંધ્યા તુજ સંગ રે.
ભરી પાપા પગલી ધરતી ચુંબન,
જાણી જીવન રીત રે.
પિતા સંગ દ્વારા બહાર,
હૈયે સમાવ તુજ પૃથ્વી સંસાર રે.
જાણી સંબંધોના કંઈક તાંતણા,
તુજ પ્રેમમૂર્તિ અહીં દાખવ રે.
ચડુ જીવન કંઈક પગથિયા,
આગળ-પાછળ સંસારી જન રે.
ઊતરુ એક પગલી,
ન જડે કોઈ મન રે.
મળ્યું મળ્યું અનેક પણ,
ન મળ્યું તુજ સાગર પ્રેમસમ રે.
આંખ ઠરી જ્યારે, ત્યારે
તુજ મિલન હર્ષાનંદ રે.
- નીર.