વ્યસનનું "dockdown"ક્યારે થશે??
"corona" નો વાયરસ કાલે જતો પણ રહેશે, પણ વ્યસન નો વાયરસ આખા વિશ્વ માંથી ક્યારે જશે?
સરકાર કરે છે lockdown વાયરસ ને અટકાવવા,
તો ક્યારે થશે દારૂ-વાઈન નું market down!
મોત થી માણસ કેટલો ડરે છે! એ સમજાવી દીધું કોરોનાએ,
તો પણ સરકારી ગાડી માં ફરે છે દારૂ ની બાટલી લઇ ને!
ભૂરાને!સિગારેટ, દારૂ ને મસાલા સાથે કાયમ ની ગોખડી,
તો પણ ગોતે છે એના માટે વ્યસનમુક્ત ઘર ની છોકરી!!
લાગે છે કે હવે લોકો અમસ્તા જ ડરે છે, પરદેશ થી આવેલો વ્યસન નો વાયરસ એમને એમ જ ફરે છે!!
કેટલાય ના જીવ લીધા છે, કેટલીય સ્ત્રીઓ ને જીવતી "લાશ" બનાવી છે,
એક પણ case ની નોંધ કેમ નથી આપણી સરકાર પાસે?
કેટલીય સરકાર આવી ને એમની એમજ જતી રહી,
'દારૂ'ના વાયરસ પર એક પણ સરકાર ની નજર કેમ ના પડી?? !
"જીવન ની ગાડી માં સપનાને બદલે અશ્રુ નો ટોપલો મળે,
જે ઘર માં કે સરકાર ના પાયા માં એકાદ પુરુષ જો "દારૂડિયો" મળે!!
✍️dr.priyanka vijay gorasiya

Gujarati Poem by Dr Priya Gorasiya : 111435739

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now