Gujarati Quote in Shayri by Mahendra Sharma

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે...

રેલવે પ્લેટફોર્મ પર ચા ની કીટલી લઈ ફરતો રામપ્રસાદ શું કરતો હશે?

બસ સ્ટોપ આગળ સિંગ ચણા લાવતા ભીખા કાકા ની દીકરી પિયર આવી હશે?

રોડ સાઈડ કી-ચેઇન અને બેલ્ટ વેચતો પેલો લંબુ હીરો નવા શૂઝ લાવ્યો હશે?

સાયકલ પર ઝાડુ વેચતા અહમદ દાદા નથી દેખાયા, શું ગામડે ગયા હશે?

મંદિર આગળ ફૂલ વેચતાં લાલજી પરિવાર માં નવો સભ્ય આવી ગયો હશે?

સ્કૂલ આગળ ચનાચોર ગરમ વેચતા પેલા યાદવ કાકા ના ઘરે આજે શું રાંધ્યું હશે?

બ્રિજ નીચે નેલપોલિશ વેચતા જમના ફોઈ નો દીકરો પાસ થઈ ગયો હશે?

મને મળવું છે બધાને અને પૂછવું છે, એમના સરનામાં ક્યાંક નોંધાયા હશે?

-મહેન્દ્ર શર્મા 15.5.2020

Gujarati Shayri by Mahendra Sharma : 111435299
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now